બનાસકાંઠા અને વાવ-થરાદ CNG પંપધારકો કંપનીને આખરી ચીમકી
બનાસકાંઠા અને વાવ-થરાદ CNG પંપધારકો કંપનીને આખરી ચીમકી
Published on: 17th August, 2026

બનાસકાંઠા અને વાવ-થરાદ CNG ડીલર એસોસિએશન દ્વારા CNG કંપની સમક્ષ ડીલર્સના પડતર પ્રશ્નો અને ઊંચા ભાવો, કમિશન વધારા જેવી માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરાઈ છે. કંપની તરફથી સંતોષકારક ઉકેલ ન આવતાં, એસોસિએશને આખરી ચીમકી આપી છે. આગામી બુધવારે 24 કલાક CNG પંપ બંધ રહેશે, અને જો માંગણીઓ નહીં સંતોષાય તો અનિશ્ચિત મુદત માટે પંપ બંધ કરવામાં આવશે. આ નિર્ણય ડીલરોના હિતોના રક્ષણ માટે લેવાયો છે.