સિહોરમાં વિહિપ, બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન મશાલ રેલીનું આયોજન
સિહોરમાં વિહિપ, બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન મશાલ રેલીનું આયોજન
Published on: 17th August, 2026

સિહોરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગદળ દ્વારા 14 ઓગસ્ટના રોજ 'અખંડ ભારત સંકલ્પ દિવસ' નિમિત્તે એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાબુજી મહારાજના મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઠાકરદ્વારા મંદિરે પહોંચી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, VHP અને બજરંગદળના સ્થાનિક આગેવાનો, જિલ્લા અધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.