વડોદરાના પાદરામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
વડોદરાના પાદરામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Published on: 17th August, 2026

પાદરા શહેરમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પાદરા તાલુકા પંચાયત, પાદરા નગરપાલિકા અને પાદરા પોલીસ મથક ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા પંચાયત ખાતે પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, નગરપાલિકા ખાતે પ્રમુખ દીપેશ પંચાલ અને પોલીસ મથક ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી. ગોહિલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોમાં અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.