અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચે ₹25.5 કરોડના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી
અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહીમાં ₹25.5 કરોડથી વધુના નશીલા પદાર્થ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (અમૃતસર), મોહમ્મદ ઈમરાન અલ્વી (મેરઠ), અને કફીલ અહેમદ (દિલ્હી)નો સમાવેશ થાય છે. તેમની સામે ડ્રગ્સ દાણચોરી, છેતરપિંડી અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
