વડોદરા પોલીસની 'નવરાત્રી સુરક્ષા એપ'ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
વડોદરા જિલ્લા પોલીસે નવરાત્રી દરમિયાન નાગરિકો, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે 'નવરાત્રી સુરક્ષા એપ' લોન્ચ કરી. ગુજરાતમાં પ્રથમવાર આ પહેલને 27 હજારથી વધુ ડાઉનલોડ્સ અને 600થી વધુ SOS એલર્ટ સાથે સારો પ્રતિસાદ મળ્યો. મોટાભાગના એલર્ટ એપની કાર્યક્ષમતા ચકાસવા માટે હતા, જેનાથી પોલીસના રિસ્પોન્સ ટાઈમની સફળતા સાબિત થઈ.
