IPL સમાપ્ત થતાં જ લલિત મોદીનો ગંભીર આરોપ: ક્રિકેટમાં ફિક્સિંગ થાય છે, પણ IPLમાં નહીં
IPL સમાપ્ત થતાં જ લલિત મોદીનો ગંભીર આરોપ: ક્રિકેટમાં ફિક્સિંગ થાય છે, પણ IPLમાં નહીં
Published on: 04th June, 2026

IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીએ નવો દાવો કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમનું કહેવું છે કે ક્રિકેટમાં આજે પણ મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે. જોકે, તેમણે IPL માં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોવાનો સ્પષ્ટપણે ઈનકાર કર્યો છે. મોદીના મતે, IPL હવે ખેલાડીઓ માટે એટલી ફાયદાકારક લીગ બની ગઈ છે કે કોઈ પણ ખેલાડી પૈસા માટે પોતાના કરિયરને દાવ પર લગાવવાનું જોખમ ઉઠાવશે નહીં.