દિલ્હી માલવીય નગર હોટેલ આગ: માલિકની ધરપકડ, 21 લોકોના મોત
દિલ્હી માલવીય નગર હોટેલ આગ: માલિકની ધરપકડ, 21 લોકોના મોત
Published on: 04th June, 2026

દિલ્હીના માલવીય નગરની 'ફ્લોરિશ સ્ટે બી એન્ડ બી' (Flourish Stay B&B) હોટેલમાં ભીષણ આગ લાગતા 21 લોકોના મોત થયા છે. પોલીસે હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે, જેણે કબૂલ્યું છે કે આગ જોઈને તે ડરીને ભાગી ગયો હતો. આ હોટેલમાં નિયમો વિરુદ્ધ 6ને બદલે 25 રૂમ બનાવવામાં આવ્યા હતા, વધારાના માળ ચણવામાં આવ્યા હતા અને ફાયર NOC પણ નહોતું. માલિકે જર્જરિત ઇમારત ત્રણ વર્ષ પહેલાં ખરીદી હતી.