જામનગરમાં મનપા ટીમ પર હુમલો: કર્મચારીઓ પર પથ્થરમારો
જામનગરમાં મનપા ટીમ પર હુમલો: કર્મચારીઓ પર પથ્થરમારો
Published on: 24th June, 2026

જામનગરમાં સરકારી કામગીરી દરમિયાન અંબર ચોકડી ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદે દબાણો દૂર કરવા ગયેલી જામનગર મહાનગરપાલિકા (મનપા) ની એસ્ટેટ વિભાગની ટીમ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. આ હુમલામાં ચાર હંગામી કર્મચારીઓ ઘાયલ થયા છે. હુમલાખોરોએ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો, લોખંડની પાઇપો અને લાકડીઓથી માર માર્યો, તેમજ આંખોમાં મરચાંનો સ્પ્રે છાંટ્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયા છે. મનપા અને પોલીસ પ્રશાસને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.