ગરબા જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓમાંથી 2ના મોત
પાલઘર જિલ્લાની અનુદાનિત આશ્રમ શાળામાંથી નવરાત્રિ જોવા ભાગી ગયેલા પાંચ વિદ્યાર્થીઓ મોટરસાઇકલ અકસ્માતમાં ભોગ બન્યા હતા. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ, સુમિત ગિમ્બલ (18) અને પ્રીતમ પોપોતિડા (15)ના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ વિદ્યાર્થીઓને નાશિકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શાળાના આચાર્ય, અધિક્ષક અને ચોકીદારને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે.
