ટાઈગર શ્રોફ પર હુમલાના કેસમાં લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓ ઝડપાયા
અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં દિલ્હી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં કૃણાલ, સુમિત, રાધા અને બબીતાનો સમાવેશ થાય છે, જેઓ હરિયાણાના સોનીપતના રહેવાસી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ શૂટરને હથિયારો પૂરા પાડતા હતા અને મહિલા આરોપીઓ મુંબઈમાં લોરેન્સ ગેંગના હેન્ડલરને હથિયારો પહોંચાડતા હતા. આ ધરપકડો ગુનાહિત નેટવર્ક અને લોરેન્સ ગેંગની સંડોવણી તરફ ઈશારો કરે છે.
