CM ભગવંત માનને દિલ્હી એરપોર્ટ પર રોકવા અને 50 હજાર દંડ મુદ્દે AAPનો આરોપ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ફ્રાન્સથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક રોકી રાખવા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આરોપ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા કેન્દ્ર સરકાર પર લગાવવામાં આવ્યો છે. AAPના નેતા બલતેજ પન્નુએ દાવો કર્યો કે આ રાજકીય દબાણ હેઠળ કરાયું છે. જોકે, કસ્ટમ્સ વિભાગના સૂત્રોએ સામાનમાં કેટલીક વસ્તુઓ જાહેર ન કરવા બદલ ડ્યૂટી લાદ્યાનું જણાવ્યું.
