CM ભગવંત માનને 3 કલાક દિલ્હી એરપોર્ટ પર રોક્યા!
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પેરિસથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને તેમના પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના દાવા મુજબ, આ કાર્યવાહી વડાપ્રધાનના દબાણને કારણે કરવામાં આવી હતી. CM માન પંજાબના ઉત્પાદનોના પ્રચાર માટે પેરિસ ગયા હતા, પરંતુ તેમને યોગ્ય સન્માન અને પ્રોટોકોલ ન મળ્યો હોવાનો AAPએ આરોપ લગાવ્યો છે.
