કાશ્મીરમાં તૈનાત સૈન્ય અધિકારીની પત્ની પર ચીનને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ
જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા એક સૈન્ય અધિકારીની પત્ની સામે ચીન સાથે જોડાયેલા વિદેશી એજન્ટોને સંવેદનશીલ માહિતી પહોંચાડવાનો ગંભીર આરોપ છે. મહિલા પર સોશિયલ મીડિયા દ્વારા માહિતી એકઠી કરી શેર કરવાનો આરોપ છે. આ ઘટનાએ સેનાના સોશિયલ મીડિયા નિયમોમાં રહેલી ખામીઓ અને પરિવારજનો માટે સુરક્ષાના પગલાંના અભાવ તરફ ધ્યાન દોર્યું છે.
