ભુજને ટ્રાફિક મુક્ત કરવા 21 km લાંબા બાયપાસ માટે પ્રક્રિયા શરૂ, 114.64 લાખ મંજુર કરાયા.
ભુજને ટ્રાફિક મુક્ત કરવા 21 km લાંબા બાયપાસ માટે પ્રક્રિયા શરૂ, 114.64 લાખ મંજુર કરાયા.
Published on: 30th March, 2026

ભુજમાં ટ્રાફિક સમસ્યા નિવારવા 21 km બાયપાસ માટે જમીન સંપાદન હેતુ કન્સલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પડાયું. 114.64 લાખના ખર્ચે 10 મહિનામાં જમીન સંપાદન થશે. આ બાયપાસ ભુજ-નખત્રાણા, ભુજ-માંડવી, ભુજ-મુંદ્રા અને ભુજ-ભચાઉ રોડને જોડશે અને ભુજોડી, માધાપર, સુખપર અને મિર્ઝાપરથી પસાર થશે. કન્સલ્ટન્ટ જમીન સર્વે કરી નકશા બનાવશે તેમજ ખેડૂતો સાથે પરામર્શ કરશે.