બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન
બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન
Published on: 03rd May, 2026

EVM સાથે ચેડાના આરોપ બાદ ફરી મતદાન યોજાયું  - TMCના જહાગીરના માણસો ધમકાવી રહ્યા હોવાના આરોપ સાથે મુસ્લિમ મહિલાઓ સહિતનાનું પ્રદર્શન. પશ્ચિમ બંગાળના ૧૫ બુથો પર ફરી મતદાન યોજાયું હતું, જોકે ફરી વખત મતદાન કરવામાં પણ મતદારોએ ભારે ઉત્સાહ દેખાડયો હતો અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૮૬.૯૦ ટકા મતદાન થયું હતું. આ એવા બુથ છે કે જ્યાં ઇવીએમ સાથે ચેડા કરવાનો આરોપ લગાવાયો હતો તેથી ફરી મતદાનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.