દિલ્હી પોલીસનું CJPના જંતર-મંતર પર પ્રદર્શનને મંજૂરીનો ઇનકાર
દિલ્હી પોલીસનું CJPના જંતર-મંતર પર પ્રદર્શનને મંજૂરીનો ઇનકાર
Published on: 09th October, 2026

દિલ્હી પોલીસે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે જંતર-મંતર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. જોઈન્ટ સીપી નુપુર પ્રસાદે જણાવ્યું કે CJP દ્વારા વિરોધ પ્રદર્શનની અરજી ખૂબ જ ટૂંકી નોટિસ પર સબમિટ કરવામાં આવી હતી, જે નિર્ધારિત 10 દિવસની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. અગાઉના પ્રદર્શનમાં પણ CJP દ્વારા કાયદાકીય સૂચનાઓ અને આપેલા વચનોનું પાલન ન થયું હોવાનું જણાવી, જાહેર સલામતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વખતે પરવાનગી નકારવામાં આવી છે.