કોંગ્રેસના 40 સાંસદોને દિલ્હીમાં હાજર રહેવા આદેશ
કોંગ્રેસના 40 સાંસદોને દિલ્હીમાં હાજર રહેવા આદેશ
Published on: 09th October, 2026

કોંગ્રેસ પાર્ટી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ત્રણ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જોકે, કેટલાક સાંસદોની ગેરહાજરીથી પાર્ટી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભા અને લોકસભાના 140માંથી 40 થી વધુ સાંસદોએ વિરોધમાં ભાગ લીધો ન હતો. રાહુલ ગાંધીએ આ ગેરહાજરી અંગે રિપોર્ટ માંગ્યો છે અને ગેરહાજર સાંસદોને તાત્કાલિક દિલ્હીમાં સેન્ટ્રલ હોલમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રના સાંસદો પાસેથી તેમની ગેરહાજરીનું કારણ પૂછવામાં આવ્યું છે.