મહારાષ્ટ્રમાં ૨.૭૦ લાખ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ નોંધાયું
મહારાષ્ટ્રમાં ૨.૭૦ લાખ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ નોંધાયું
Published on: 10th October, 2026

મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત દરમિયાન ૨,૭૦,૩૧૩ મતદારોનું જન્મવર્ષ ૧૯૦૦ તરીકે નોંધાઈ ગયું હતું, જે તેમને ૧૦૦થી વધુ વર્ષના દર્શાવે છે. મહારાષ્ટ્ર ચૂંટણી પંચના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO) દ્વારા વારંવાર ધ્યાન દોરવામાં આવ્યા બાદ, દિલ્હી સ્થિત કેન્દ્રીય ચૂંટણી પંચે એક મહિનાથી વધુ સમય બાદ આ ટેક્નિકલ ભૂલ સુધારી છે. નાશિક જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર ૮૮% મતદારોનો જન્મ ૧૯૦૦માં નોંધાયો હતો. આ ભૂલ સિસ્ટમ દ્વારા સુધારવામાં આવી છે, પરંતુ તે દિલ્હી વડી કચેરી પર આધાર રાખવાની મહારાષ્ટ્ર CEOની મજબૂરી દર્શાવે છે.