PM નરેન્દ્ર મોદીના નામ પરથી ઓળખાશે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ
PM નરેન્દ્ર મોદીના નામ પરથી ઓળખાશે જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ
Published on: 09th October, 2026

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીમંડળે નોઈડાના જેવર ખાતેના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તે 'નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ' તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ₹11,200 કરોડના ખર્ચે બનેલો આ પ્રથમ તબક્કો ઉત્તર પ્રદેશનું પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને તે પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાશે.