CJPએ ફરી કેન્દ્ર સરકારને આપી ગંભીર ચેતવણી, કાયદાકીય પગલાંની આપી ચીમકી
CJPએ ફરી કેન્દ્ર સરકારને આપી ગંભીર ચેતવણી, કાયદાકીય પગલાંની આપી ચીમકી
Published on: 28th July, 2026

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને દેખાવકારોને નિશાન બનાવી ધરપકડ કરવા બદલ કેન્દ્ર સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા કહ્યું છે. સીજેપી પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું કે, દેશવ્યાપી આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ આંદોલનકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય એવું વચન અપાયું હતું. સરકાર વચન પાલન નથી કરી રહી. સીજેપી કાયદાકીય ટીમ સક્રિય છે અને પકડાયેલા તમામને છોડાવવામાં આવશે. જો સરકાર નહીં માને તો તેના પરિણામો માટે તેઓ જવાબદાર નહીં રહે.