ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી:
ભરૂચમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત રેલી:
Published on: 28th July, 2026

ભરૂચમાં દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ સંતો, ગૌભક્તો અને નાગરિકો દ્વારા પાંજરાપોળથી કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ. ગૌવંશની સંપુર્ણ સુરક્ષા, ગૌસેવા, ગૌપાલનને પ્રોત્સાહન અને ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરાયું. દેશી ગૌવંશ સુરક્ષા નીતિ, અલગ ગૌપાલન મંત્રાલયની પણ માંગ કરાઈ. અગાઉ 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે સરકારને પ્રાર્થનાપત્ર મોકલાયો હતો.