બિહારમાં બે સહેલીઓના લગ્ન: શર્ટ-પેન્ટ પહેરતી છોકરીએ પ્રેમિકાની માંગમાં ભર્યું સિંદૂર
બિહારમાં બે સહેલીઓના લગ્ન: શર્ટ-પેન્ટ પહેરતી છોકરીએ પ્રેમિકાની માંગમાં ભર્યું સિંદૂર
Published on: 07th September, 2026

બિહારના બાંકામાં બે કિશોરીઓએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. છોકરાના વેશ ધારણ કરીને એક કિશોરીએ બીજીની માંગમાં સિંદૂર ભર્યું અને સાથે રહેવાના વચન આપ્યા. બંને લગભગ 17 વર્ષની છે અને એકબીજા સાથે જીવનભર રહેવા માંગે છે. પેન્ટ-શર્ટ પહેરતી છોકરીએ પોતાને છોકરો ગણાવીને લગ્નની વાત કરી. આ ઘટનાથી પરિવાર અને ગ્રામજનો ચોંકી ઉઠ્યા. પોલીસને જાણ થતાં બંનેને પોલીસ સ્ટેશન લવાઈ, જ્યાં તેમને અને તેમના વાલીઓને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.