અમદાવાદ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે
અમદાવાદ 2030 માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે
Published on: 03rd August, 2026

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના સમાપન સમારોહમાં, ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા. સ્કોટિશ અધિકારીઓએ ભારતીય પ્રતિનિધિઓને કોમનવેલ્થ ધ્વજ અને બેટન સોંપ્યા. ભારત ઓસ્ટ્રેલિયા બાદ બીજો દેશ બનશે જે એકથી વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું 100મું શતાબ્દી સંસ્કરણ યોજાશે.