મેટ્રિમોનિયલ સાઈટ્સ પર ફસાવતી ટોળકી
મેટ્રિમોનિયલ સાઈટ્સ પર ફસાવતી ટોળકી
Published on: 12th July, 2026

મેટ્રિમોનિયલ સાઇટ્સ અને જાહેરાતો દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. યુ.કે.માં રહેતો IT એન્જિનિયર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને પોલીસ અધિકારી હોવાનું જણાવી અનુજકુમાર નામના વ્યક્તિએ લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું. દસ્તાવેજો ખોવાઈ જવા, તબીબી ખર્ચ, એરપોર્ટ પર અટવાઈ જવા જેવા બહાના હેઠળ તેણે ૨૫ જેટલી આર્થિક રીતે સંપન્ન મહિલાઓને મૂર્ખ બનાવી. આવા કિસ્સાઓમાં એકલતા, સામાજિક દબાણ અને માતાનો ભાવુક વિચાર મહિલાઓને નબળા પાડે છે, જેના કારણે તેઓ 'કોન-મેન'નો ભોગ બને છે.