રાજકોટના રેલવે સ્ટેશનેથી 2 કિલો ગાંજા સાથે બિહારી મુસાફર ઝડપાયો!
રાજકોટના રેલવે સ્ટેશનેથી 2 કિલો ગાંજા સાથે બિહારી મુસાફર ઝડપાયો!
Published on: 12th July, 2026

રાજકોટ રેલવે સ્ટેશન પરથી રેલવે LCBએ બિહારના એક મુસાફરને આશરે 2 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આ શખ્સ જામનગર ગાંજો પહોંચાડે તે પહેલા જ તેને દબોચી લેવાયો હતો. પોલીસે 99 હજાર રૂપિયાના માદક પદાર્થ અને કુલ 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાહુલકુમાર અર્જુનભાઈ મંડલ (ઉભો 25, રહે. સુપૌલ, બિહાર) વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. આરોપીએ મજૂરી કામ ન મળે તો ગાંજો વેચવાનો ઈરાદો જણાવ્યું, પરંતુ પોલીસને તેની વાત શંકાસ્પદ લાગતાં વધુ તપાસ શરૂ કરી છે.