વડોદરામાં વાઘોડિયા રોડ પર નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો
વડોદરામાં વાઘોડિયા રોડ પર નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલી પોલીસ પર હુમલો
Published on: 12th July, 2026

વડોદરામાં મોડીરાત સુધી ચાલતી નાસ્તાની લારી બંધ કરાવવા ગયેલા પોલીસ જમાદાર પર હુમલો કરવામાં આવ્યો. વાઘોડિયા રોડ પર લારી ચાલકે પોલીસ સાથે મારામારી કરી અને બાદમાં મહિલાઓ સહિતના ટોળાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આવી હંગામો મચાવ્યો. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં કેટલાક આરોપીઓએ નશો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેના પગલે તેમના વિરુદ્ધ પ્રોહિબીશનનો અલગથી ગુનો દાખલ કરાયો છે.