અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
અમદાવાદના નવરંગપુરામાં રિક્ષામાં 'દારૂનો અડ્ડો'
Published on: 12th July, 2026

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં જાહેર રોડ પર જ રિક્ષામાં દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ બાબતે વીડિયો વાઈરલ થતાં સ્થાનિક પોલીસને જાણ થઈ છે. લિબર્ટી સર્કલ નજીક ઝાડ નીચે ઉભેલી રિક્ષામાં અંગ્રેજી અને દેશી દારૂનું પોલીસના ડર વગર વેચાણ થઈ રહ્યું છે. આ સ્થળની આસપાસ ગર્લ્સ હોસ્ટેલ અને પોલીસ સ્ટેશન પણ નજીકમાં જ છે. વાઈરલ વીડિયો અંગે નવરંગપુરા PIએ તપાસ કરી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.