ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રહેશે અને કોણ જશે?
ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રહેશે અને કોણ જશે?
Published on: 12th July, 2026

ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં ટૂંક સમયમાં મોટા ફેરફારોની શક્યતા છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળના અંત સાથે, BCCI સહાયક કોચ રયાન ટેન ડોશેટ, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અને ફિલ્ડિંગ કોચ ટી. દિલીપના ભવિષ્ય અંગે ચર્ચા કરી રહ્યું છે. બોલિંગ કોચ મોર્કેલ અને સહાયક કોચ ડોશેટના કાર્યકાળથી BCCI સંતુષ્ટ છે. જોકે, ભારતીય ટીમના કથળતા ફિલ્ડિંગ સ્તરને કારણે ટી. દિલીપ પર સંકટના વાદળો ઘેરાયા છે, અને તેમની જગ્યાએ નવા અનુભવી ચહેરાને લાવવાની શક્યતા છે.