અમદાવાદ-ખડગપુર વચ્ચે તહેવારો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય
પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમમાં મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 02833/02834 કુલ બે ટ્રિપ કરશે. આ ટ્રેન વડોદરા, સુરત, નાગપુર, રાયપુર સહિત અનેક સ્ટેશનો પર રોકાશે અને તેમાં AC, સ્લીપર, જનરલ કોચ હશે. બુકિંગ 22 ઓક્ટોબરથી શરૂ થશે.
