ગીર સોમનાથ વેજ ઝોન જાહેરનામાનો મામલો પહોંચ્યો હાઈકોર્ટ
પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ભીડિયા સર્કલથી શંખ સર્કલ સુધીના વિસ્તારને 'વેજ ઝોન' જાહેર કરવાના સરકારી આદેશ સામે 6 નોનવેજ રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારોએ આજીવિકાના અધિકારના ભંગનો દાવો કર્યો, જ્યારે સરકારે ધાર્મિક આસ્થા અને 2018 થી અમલમાં રહેલા નિયમોનો હવાલો આપ્યો. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો છે.
