અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ 24 મહિનાને બદલે 50 મહિને પૂર્ણ
અમદાવાદના દાણાપીઠ ફાયર સ્ટેશનના નવીનીકરણ અને બાંધકામની કામગીરી નિર્ધારિત 24 મહિનાને બદલે 50 મહિનામાં પૂર્ણ થતાં વિવાદ સર્જાયો છે. 26 મહિનાના વિલંબ બાદ અધિકારીઓએ ભાવવધારાની માંગણી કરી હતી. રોડ કમિટી ચેરમેને આ મામલે અધિકારીઓ પાસેથી બેદરકારી અને ભાવ વધારાના કારણોસર ખુલાસો માંગ્યો છે અને જવાબદાર DYMCનો અભિપ્રાય રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
