મહેસાણાના સતલાસણાના મીની પાવાગઢમાં એક્ટિવા ખીણમાં પડતાં પતિ-પત્નીના મોત
મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે મીની પાવાગઢ દર્શન કરવા ગયેલા એક દંપતીનું એક્ટિવા ઊંડી ખીણમાં ખાબકતાં બંને પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
