જેલ હવે 'ક્રિમીનલ યુનિવર્સિટી' નહીં: અમદાવાદ જેલનો યુવા કેદીઓ માટે સ્પેશિયલ પ્લાન.
જેલ હવે 'ક્રિમીનલ યુનિવર્સિટી' નહીં: અમદાવાદ જેલનો યુવા કેદીઓ માટે સ્પેશિયલ પ્લાન.
Published on: 12th February, 2026

અમદાવાદ સેન્ટ્રલ જેલની નવી પહેલ: યુવા કેદીઓ હવે રીઢા ગુનેગાર નહીં બને. જેલમાં 18-24 વર્ષના કેદીઓ માટે અલગ બેરેક બનાવાઈ છે. યુવાનો કુખ્યાત ગુનેગારોના સંપર્કમાં આવીને ગુનેગાર ન બને તે હેતુથી આ નવી પહેલ કરાઈ છે, જેમાં 330 કેદીઓને રાખવામાં આવ્યા છે. જેલ ઓવરક્રાઉડિંગની સમસ્યા નિવારવા પણ આ પગલું લેવાયું છે. આ પહેલથી યુવા કેદીઓ સમાજમાં હકારાત્મક યોગદાન આપી શકશે.