629 બોટલ રક્તદાન અને 25 ગામોમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા શિબિર યોજાઈ
629 બોટલ રક્તદાન અને 25 ગામોમાં નિઃશુલ્ક આરોગ્ય સેવા શિબિર યોજાઈ
Published on: 19th September, 2026

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા PM મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે સેવા અને સમર્પણના 25 વર્ષની ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરાયા. આ અભિયાનના ભાગરૂપે નૂતન જનરલ હોસ્પિટલ, વિસનગર ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ, જેમાં 629 બોટલ રક્ત એકત્ર કરાયું. આ સાથે, ઉત્તર ગુજરાતમાં પ્રથમ AI-સંકલિત કાર્ડિયાક CT સ્કેન મશીનનું લોકાર્પણ થયું. ઉપરાંત, મેડિકલ, આયુર્વેદિક, ડેન્ટલ જેવી કોલેજો દ્વારા 25થી વધુ ગામોમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરો યોજાઈ.