પોરબંદરના આદિત્યાણા ગામે 108 ટીમે ઘરે જ કરાવી સફળ પ્રસૂતિ
પોરબંદરના આદિત્યાણા ગામે 108 ટીમે ઘરે જ કરાવી સફળ પ્રસૂતિ
Published on: 11th July, 2026

રાણાવાવની 108 ટીમે આદિત્યાણા ગામમાં એક સગર્ભા મહિલાને ઘરે જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો. સવારના સમયે તીવ્ર પીડા ઉપડતા, હોસ્પિટલ પહોંચવાનો સમય ન હોવાનું સમજી 108 ટીમે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ઘરે જ ડિલિવરી કરાવી. આ દંપતીને ત્યાં દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશી છવાઈ ગઈ. ટીમના સદામ રાનીયા અને જેઠા ચાવડાની સમયસૂચકતા અને કુશળતાથી આ શક્ય બન્યું.