પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર 40000 કરોડનું ભારણ, ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો
પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર 40000 કરોડનું ભારણ, ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો મામલો
Published on: 12th July, 2026

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન Project માં જમીન સંપાદનના વળતરને લઈને મોટો પડકાર ઊભો થયો છે. LARRA દ્વારા વળતરમાં વધારો કરતાં પ્રોજેક્ટ પર આશરે ₹40,000 કરોડનો વધારાનો બોજ આવી શકે છે, જેનાથી ₹1.10 લાખ કરોડના આ ડ્રીમ Project નું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ચિંતા વ્યક્ત કરી કે જો આ વધારાનું આર્થિક ભારણ નાખવામાં આવશે, તો પ્રોજેક્ટ આગળ વધવો મુશ્કેલ બનશે. કોર્ટે પ્રોજેક્ટ ઓથોરિટીને પૂછ્યું કે તેઓ વળતરની રકમમાંથી કેટલા પૈસા જમા કરાવવા તૈયાર છે.