અમિત શાહના હસ્તે ₹405 કરોડના વિકાસ કાર્યો અને 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે ₹405 કરોડના વિકાસ કાર્યો અને 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ
Published on: 12th July, 2026

અમદાવાદમાં 'મિશન ફાઈવ મિલિયન ટ્રી' અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ₹405 કરોડના વિકાસ કાર્યો અને 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું. આ કાર્યક્રમમાં 80 નવી AC ઇલેક્ટ્રિક BRTS બસો અને સરકારી સ્ટાફ માટે 60.68 કરોડના ખર્ચે બનેલા 188 આવાસોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરને હરિયાળું બનાવવા અને પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે. આ પ્રસંગે અનેક અગ્રણી સંસ્થાઓ વૃક્ષોના જતન માટે સહયોગની જાહેરાત કરશે.