જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
જગન્નાથજીના 'મામેરા'નો સુઅવસર: દવે પરિવારની 7 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ
Published on: 12th July, 2026

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા, અમદાવાદના સરસપુર સ્થિત તેજસ દવે પરિવારને ભગવાનનું 'મામેરું' કરવાનો અદભુત અવસર મળ્યો છે. 7 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ, મંદિરની ડ્રો પદ્ધતિ દ્વારા દવે પરિવારની પસંદગી થઈ છે. વૃંદાવનથી ખાસ વાઘા અને માણેકચોકથી અલંકારો તૈયાર કરાયા છે. આ પવિત્ર પ્રસંગે દવે પરિવારના ઘરે ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા અને ભજન સંધ્યાનું આયોજન કરાયું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.