સુરેન્દ્રનગરમાં કામદારો માટે ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર
સુરેન્દ્રનગરમાં કામદારો માટે ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર
Published on: 17th August, 2026

હવે કર્મચારી રાજ્ય વીમા નિગમના વીમાધારક કામદારો અને તેમના પરિવારોને શ્રોષ્ઠ સારવાર સુરેન્દ્રનગરની શ્રીમદરાજચંદ્ર સર્વમંગલ હોસ્પીટલ ખાતે મળી રહેશે. ગુજરાત સરકાર અને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ગુજરાત સાથે થયેલા એમ.ઓ.યુ. બાદ, વીમાધારકોને સરકારી નિયમોનુસાર ઉચ્ચકક્ષાની ટર્શીયરી કેર અને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર કોઈ પણ નાણાકીય મર્યાદા વગર મળશે. આ કરાર શ્રામ રોજગાર મંત્રી કુવરજીભાઇ બાવળીયાની હાજરીમાં કરાયો હતો.