જામનગરમાં ચાંદીપુરા વાયરસ નો કહેર!
જામનગરમાં ચાંદીપુરા વાયરસ નો કહેર!
Published on: 11th August, 2026

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વધુ ત્રણ બાળ દર્દીઓના જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ બાળકો ધ્રોલ, કાલાવડ અને જામનગર ગ્રામ્ય વિસ્તારના હતા. તેમના સેમ્પલ લેબ પરીક્ષણ માટે મોકલાયા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 9 બાળ દર્દીઓના મોત નોંધાયા છે, જેમાંથી માત્ર એકનો રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ આવ્યો છે. હાલમાં અન્ય બે બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને દવા છંટકાવ જેવા પગલાં લેવાઈ રહ્યા છે.