મહિલાઓએ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ
મહિલાઓએ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ
Published on: 18th August, 2026

મહિલાઓ ઘર અને પરિવારની જવાબદારીઓમાં એટલી વ્યસ્ત રહે છે કે પોતાના સ્વાસ્થ્યને અવગણે છે. શરીરમાં નાના ફેરફારોને પણ તેઓ નજરઅંદાજ કરે છે, જે ભવિષ્યમાં ગંભીર બીમારીઓનું સ્વરૂપ લઈ શકે છે. હોર્મોનલ ફેરફારો, લાઇફસ્ટાઇલ અને તણાવને કારણે થાક, અનિયમિત પીરિયડ્સ, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, અને અચાનક વજનમાં ફેરફાર જેવી સમસ્યાઓને સામાન્ય ગણી અવગણવી ન જોઈએ. આ લક્ષણો ગંભીર બીમારીઓના સંકેત હોઈ શકે છે, તેથી તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.