આયુર્વેદમાં નાભિ સૌંદર્ય સારવાર
આયુર્વેદમાં નાભિ સૌંદર્ય સારવાર
Published on: 11th August, 2026

આયુર્વેદમાં નાભિપૂરણ નામની સારવાર છે, જેમાં ઔષધીય ઘી, તેલ નાભિમાં રાખવામાં આવે છે. આ પેટના વાયુ, દુખાવો અને શુષ્કતા માટે ઉપયોગી છે. સોશિયલ મીડિયામાં તેને ‘બ્યુટી ટ્રીટમેન્ટ’ તરીકે દર્શાવાય છે. પ્રાચીન ગ્રંથો અનુસાર, સ્વચ્છ, કમળ જેવી નાભિ સૌંદર્યનું પ્રતીક છે. નાભિની આસપાસની ત્વચા માટે ગુલાબ, કમળ, મંજિષ્ઠા વગેરેના તેલ કે લેપ ઉપયોગી છે. અનુભવી વૈદ્યની સલાહ વિના આવા પ્રયોગો ન કરવા.