ફૂડ શાખાનું ઓચિતું ચેકિંગ
ફૂડ શાખાનું ઓચિતું ચેકિંગ
Published on: 01st August, 2026

મોરબી મનપાની ફૂડ શાખાએ ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં ખાણીપીણીની 45 દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું. નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં ફૂગવાળા પિઝા, વાસી નૂડલ્સ-મંચુરિયન સહિત કુલ 28 કિલો અખાદ્ય ખોરાક મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરાયો. ફૂડ લાઇસન્સ ન હોય અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરતી પેઢીઓને નોટિસ અપાઇ. આગામી દિવસોમાં તપાસ વધુ કડક બનશે.