કળિયુગી દીકરાએ માતાને કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખી
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોહદા ગામમાં કામધંધો ન કરતા પુત્ર રાવજીએ તેની માતા ભગડીબેનને ઠપકો આપતા આવેશમાં આવી કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું. પોલીસે હત્યારા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
