સોલા સિવિલમાં દર્દીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક અને વધારાની OPD શરૂ
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ હેલ્પ ડેસ્ક અને વધારાની OPD શરૂ કરાઈ છે. દર્દીઓની વધતી ભીડ અને લાંબી લાઈનોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ભૂતકાળમાં થયેલા વિવાદો અને દર્દીઓને પડેલી હાલાકી બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. દર્દીઓની સુવિધાઓ પર નજર રાખવા એક કમિટીની પણ રચના કરાઈ છે.
