વડોદરામાં પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
વડોદરામાં પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા 21થી 25 ઑક્ટોબર દરમિયાન આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. યુનાઈટેડ સ્પોર્ટ્સ એરેનાના સહયોગથી યોજાનારી આ સ્પર્ધામાં 20 શાળાઓની 40 ટીમોના 400 ખેલાડીઓ ભાગ લેશે. વિવિધ વય જૂથો માટે ચાર વિભાગોમાં મેચો રમાશે, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને સન્માનિત કરાશે.
