કચરામાંથી ૨૦ હજાર કિલો બાયો-CNG બનશે
કચરામાંથી ૨૦ હજાર કિલો બાયો-CNG બનશે
Published on: 29th September, 2026

અમદાવાદમાં કચરામાંથી વીજળી બાદ હવે જૈવિક કચરામાંથી બાયો-CNG બનાવવાની તૈયારી છે. પીરાણા ખાતે રૂ. ૧૨૫ કરોડના ખર્ચે બાયો-CNG ઉત્પાદન કેન્દ્ર સ્થાપાશે. જાહેર-ખાનગી ભાગીદારીથી આ પ્રોજેક્ટ ખાનગી કંપનીઓ દ્વારા હાથ ધરાશે. શહેરના દરરોજના ૨ હજાર ટન જૈવિક કચરામાંથી, ૪૦૦ ટન કચરાનો ઉપયોગ કરીને ૨૦ હજાર કિલો બાયો-CNGનું ઉત્પાદન થશે. આ ઉપરાંત ખાતર જેવી ઉપયોગી સામગ્રી પણ મળશે, જેના વેચાણથી આવક થશે. કંપનીએ ૧૮ મહિનામાં પ્લાન્ટ શરૂ કરવાનો રહેશે.