અમદાવાદના વેજલપુરમાં નશાકારક કોડીન ફોસ્ફેટ સિરપનો મોટો જથ્થો ઝડપાયો
અમદાવાદના વેજલપુરમાં નશાકારક કોડીન ફોસ્ફેટ સિરપનો મોટો જથ્થો ઝડપાયો
Published on: 11th September, 2026

અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં પોલીસે 'કોડીન ફોસ્ફેટ' ધરાવતી ઉધરસની દવાની 354 બોટલો તથા રોકડ સહિત કુલ ₹4.69 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઇસાબખાન પઠાણને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં તેના પુત્ર રિયાઝ ઇસાબખાન પઠાણની પણ સંડોવણી ખુલતા બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. રિયાઝે તેના પિતાને આ ગેરકાયદે જથ્થો પૂરો પાડ્યો હોવાનું અને બંનેએ મળીને વેચાણનું કૌભાંડ આચર્યાનો આરોપ છે. આ સિરપ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેઓ કોઈ મોટા નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.