ધ્રોલ પંથકમાં ખેતરમાં ઈલેક્ટ્રિક મોટર રિપેર કરતા વૃદ્ધનું કરંટ લાગતાં દુ:ખદ મોત
ધ્રોલ પંથકમાં ખેતરમાં ઈલેક્ટ્રિક મોટર રિપેર કરતા વૃદ્ધનું કરંટ લાગતાં દુ:ખદ મોત
Published on: 11th September, 2026

જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડિયા ગામ નજીક એક દુ:ખદ ઘટના બની છે. વાડીમાં ઈલેક્ટ્રિક મોટરનો વાયર રિપેર કરતી વખતે 65 વર્ષીય હરસુખભાઈ કરમશીભાઈ રામોલીયાને કરંટ લાગ્યો હતો. આ ગંભીર ઈલેક્ટ્રિક શોકને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ પરિવારજનો દ્વારા તેમને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પુત્રએ પોલીસમાં જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.