વલસાડના વેજલપુરમાં ભંગારમાં સરકારી સાયકલો મળતાં વહીવટી તંત્રમાં દોડધામ
વલસાડના વેજલપુરમાં એક ભંગારના ગોડાઉનમાં સરકારી યોજના હેઠળની નવી સાયકલોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી છે. ગરીબ અને વિદ્યાર્થીઓ માટેની આ સાયકલો બારોબાર ભંગારમાં વેચાઈ ગઈ હોવાની આશંકા છે. આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહીની ખાતરી આપી છે.
